સુપ્રીમ કોર્ટે મધ્ય પ્રદેશમાં ગત મહિને સર્જાયેલા રાજનીતિક સંકટને લઈને સોમવારે અંતિમ આદેશ આપતા જજ ડીવાય ચંદ્રચૂડ અને અજય રસ્તોગીની ખંડપીઠે જણાવ્યું કે, તત્કાલીન સ્થિતિ મુજબ રાજ્ય વિધાનસભામાં બહુમત પરીક્ષણ કરાવવાનો રાજ્યપાલનો આદેશ યોગ્ય જ હતો.
ખંડપીઠે કોંગ્રેસના વકીલ અભિષેક મનુ સિંઘવીના આ તર્કને પણ ફગાવી દીધો કે, રાજ્યપાલ આ પ્રકારના કોઈ આદેશ આપી જ ના શકે. આ અંગે કોર્ટે જણાવ્યું કે, રાજ્યપાલ વિધાનસભાના ચાલુ સત્ર દરમિયાન પણ પોતાના અધિકારનો ઉપયોગ કરી શકે છે. ઉલ્લેખનીય છે કે, ફ્લોર ટેસ્ટ પહેલાં જ મુખ્યમંત્રી કમલનાથે રાજીનામુ આપી દીધું હતું અને શિવરાજસિંહ ચૌહાણે મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા.