સરકારે શુક્રવારે 14 ફેબ્રુઆરી એટલે કે વેલેન્ટાઇન ડેને ‘કાઉ હગ ડે’ તરીકે ઉજવવાની તેની અપીલ પાછી ખેંચી લીધી. એનિમલ વેલફેર બોર્ડ (AWBI) એ આ અંગે આદેશ જારી કર્યો છે. અગાઉ, AWBI, જે મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલયના પશુપાલન અને ડેરી વિભાગ હેઠળ આવે છે, તેણે સોમવારે 14 ફેબ્રુઆરીને કાઉ હગ દિવસ તરીકે ઉજવવાની અપીલ કરી હતી. શુક્રવારે AWBI આદેશમાં જણાવ્યું હતું કે, સક્ષમ સત્તાધિકારી અને મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલયના નિર્દેશો અનુસાર, 14 ફેબ્રુઆરી, 2023 ના રોજ ગાય આલિંગન દિવસ ઉજવવા માટે ભારતીય પશુ કલ્યાણ બોર્ડ દ્વારા જારી કરવામાં આવેલી અપીલ પાછી ખેંચી લેવામાં આવી છે.