રાજ્યના ખેડૂતો માટે કેન્દ્રસરકારની જાહેરાત બાદ ગુજરાત સરકારે પણ વધુ 6 ખેતપેદાશોની ટેકાના ભાવે ખરીદી કરવાની જાહેરાત કરી છે. કેબિનેટની બેઠક બાદ કૃષિ મંત્રી ફળદુ, અને અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી રાદડિયાએ જાહેરાત કરી છે કે આજે કેબિનેટ માં મુખ્યમંત્રી અને DyCMની હાજરીમાં કૃષિ વિષયક નિર્ણય લેવાય છે. કેન્દ્રમાં પીએમ મોદીના વડપણ હેઠળની સરકાર ખેડૂતોના હિતમાં આ નિર્ણયો કર્યો છે. સરકાર આ વર્ષે મગફળી ઉપરાંત બાજરી, મકાઈ, ડાંગર અને મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી કરશે. આર.સી. ફળદુએ જણાવ્યું કે આ ખરીદી રાજ્યના પુરવઠા નિગમ દ્વારા કરવામાં આવશે. જેના માટે નોંધણીની તારીખ અને સેન્ટરો નક્કી કરવામાં આવ્યા છે.
ડાંગર, મકાઈન બાજરી ઓનલાઇન નોંધાણી
ડાંગર માટે 92 સેન્ટર, મકાઈ 61 સેન્ટર, બાજરી ખરીદીના 57 ઓનલાઇન નોંધણી સેન્ટર ફાળવામાં આવ્યા છે. આ નોંધણી માટે 1-10થી 29-10 સુધી માર્કેટિંગ યાર્ડ અને માન્ય સેન્ટર પરથી નોંધણી કરવામાં આવશે.
ખરીદી : જ્યારે આ ઉપજની ખરીદીમાં ડાંગર, મકાઈ બાજરીને સરકાર આ મહિનાની 16-10, 31-12 ખરીદી કરશે.
2-10, 31-12-12 સુધી મગ, અડદ, સોયાબીનની ઓનલાઇન નોંધણી કરાવી શકાશે. આ નોંધણી પણ માર્કેટિંગ યાર્ડ અને સેન્ટરો પર કરાવી શકાશે. મગ 71 સેન્ટર, અડદ, 80 ખરીદ કેન્દ્રો, સોયાબીન માટે 60 ખરીદી કેન્દ્ર
ખરીદી : નોંધણીની સમાપ્તી પૂર્ણ થયે સરકાર આગામી 2-11-2020થી લઈને 30-1-2021 સુધી ખરીદી કરશે. નાગરિક પુરવઠા નિગમ ખરીદીનો સમયગાળો પણ જાહેર કરશે.
મગફળી માટે 2 લાખ 80 હજાર ખેડૂતોએ અત્યારસુધી નોંધણી કરાવી
અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી જયેશ રાદડિયાએ જણાવ્યું કે અત્યારસુધીમાં મગફળીની ટેકાના ભાવે ખરીદી માટે 2,80,000 ખેડૂતોએ ઓનલાઇન નોંધણી કરાવી છે. 7 દિવસમાં 2,80,000 ખેડૂતોએ નોંધણી કરાવી છે અને અન્ય માટે પ્રક્રિયા શરૂ રહેવાની છે. કોઈ ખેડૂતો નોંધણી પ્રક્રિયાથી વંચિત ન રહે તે માટે સૂચના આપવામાં આવી છે.