કોરોના વાયરસના કહેર વચ્ચે 143મી રથયાત્રાને લઇ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રથયાત્રા નીકળવા સંદર્ભે રાજ્ય સરકારે સેન્ટ્રલ ગુપ્તચર વિભાગ અને સ્ટેટ ગુપ્તચર વિભાગ પાસે રીવ્યુ મંગાવ્યો છે. સ્ટેટ અને સેન્ટ્રલ આઈ.બીના રીવ્યુ આવ્યા બાદ સરકાર રથયાત્રા નીકળવા અંગે નજીકના દિવસોમાં નિર્ણય લેવાઈ શકે છે, રથયાત્રા નીકળવા અંગે સ્ટેટ હોમડિપાર્ટમેન્ટની એક કમિટી નક્કી કરશે જેમાં મુખ્યમંત્રી, રાજ્ય પોલીસ વડા તથા શહેર પોલીસ કમિશ્નર, અને કલેકટર સહીતના લોકોની હાઇપાવર કમિટીનો નિર્ણય અંતિમ ગણાશે. કેન્દ્ર સરકારની પણ સલાહ અને માર્ગદર્શન રથયાત્રા નીકળવા અંગે નિર્ણય લેવાશે.
જો કે, રથયાત્રાને લઇ મંદિર દ્વારા પુરી તૈયારીઓ શરુ કરાઈ છે, રથના રંગરોગાન અને મંદિર પરિશ્રમ તૈયારીઓ પૂર્ણ કરાઈ છે. જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજે જણાવ્યું કે, હાલ મંદિર દ્વારા તમામ તૈયારીઓ થઇ રહી છે, સરકાર સાથે બેઠકોનો દોર પણ ચાલુ છે. સરકાર તરફથી છેલો જે નિર્ણય કરાશે તે શિરોમાન્ય રહશે.