પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશને સંબોધિત કરે તેની ગણતરીની મિનિટો પહેલા જ કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો હતો. સરકારે નિર્ણય લીધો છે કે, શ્રીનગરની જેલમાં બંધ 70 આતંકવાદીઓ અને પાકિસ્તાનનું સમર્થન કરતા અલગાવવાદીઓને આગ્રાની જેલમાં ટ્રાન્સફર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
જમ્મુ-કાશ્મીરમાં જે સ્થિતિ છે, તેને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થાને જોતા આ મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. ન્યૂઝ એજન્સી ANIના રિપોર્ટ મુજબ ઇન્ડિયન એરફોર્સના સ્પેશિયલ પ્લેન દ્વારા આ 70 આતંકી અને અલગાવવાદીઓને આગ્રાની જેલમાં ટ્રાન્સફર કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, આર્ટિકલ 370 હટાવાયા બાદ જમ્મુ-કાશ્મીરમાં ધારા 144 લાગૂ છે. મોટી સંખ્યામાં સુરક્ષાબળોના જવાનોને પણ ત્યાં તૈનાત કરવામાં આવ્યા છે. કોઇ અઘટિત ઘટના ન બને તેને ધ્યાનમાં રાખીને સરકારે આતંકીઓને ટ્રાન્સફર કરવાનો નિર્ણય કર્યો છે.