દેશમાં કોરોનાના વધતા સંક્રમણને જોતા કેન્દ્ર સરકારે નિર્ણય લીધો છે કે એપ્રિલ મહિનાના બધા દિવસે રસીકરણ ચાલુ રહેશે. સરકારી અને ખાનગી બંને પ્રકારના રસીકરણ કેન્દ્રો સમગ્ર એપ્રિલ દરમિયાન ખુલ્લા રહેશે અને રસી આપવામાં આવશે. સરકારી રજાના દિવસ પણ રસી મૂકાશે. નોંધનીય છે કે દેશમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આજના આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 72 હજારથી વધુ નવા દર્દીઓ નોંધાયા છે. મહારાષ્ટ્ર કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત રાજ્ય છે. વધતા જતા કેસ કેન્દ્ર અને સંબંધિત રાજ્યો માટે ચિંતાનો વિષય બન્યા છે.