કેન્દ્ર સરકારે સંસદનું વિશેષ સત્ર બોલાવ્યું છે. આ સત્ર ૧૮થી ૨૨ સપ્ટેમ્બર સુધી પાંચ દીવસ ચાલવાનું છે. તેમાં પાંચ બેઠકો થવાની છે. આ સત્ર ૧૭મી લોકસભાનું ૧૩મું સત્ર હશે અને રાજ્યસભાનું ૨૬૧મું સત્ર હશે.
સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોષીએ ગુરૂવારે જણાવ્યું હતું. અચાનક બોલાવવામાં આવનારાં આ વિશેષ સત્ર અંગે અનેક વિધ અટકળો થઇ રહી છે. આ પાંચ દીવસ ચાલનારાં સત્રમાં કાર્યવાહી શી હશે ? સરકાર તરફથી કોઈ મહત્ત્વનું વિધેયક રજૂ કરાશે કે પછી નવાં સંસદ-ભવન સંબંધે હશે ? કોઈ તો, કશી ગંભીર બાબતની ચર્ચા માટે પણ આ વિશેષ સત્ર બોલાવાયું હશે, તેવી પણ આશંકા દર્શાવે છે.