છેલ્લાં ત્રણ વર્ષમાં કેન્દ્ર સરકારે અખબાર-ટીવી-વેબપોર્ટલમાં જાહેરાતો આપવા પાછળ ૯૧૧.૧૭ કરોડનો ખર્ચ કર્યો હતો. ટીવી જાહેરાતો પાછળ અંદાજે ૨૦૦ કરોડનો ખર્ચ કરાયો હતો. વેબપોર્ટલની જાહેરાતો માટે ૨૦ કરોડનું બજેટ ફાળવાયું હતું. સૌથી વધુ જાહેરાતો અખબારોમાં પ્રસિદ્ધ થઈ હતી.
કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રીએ રજૂ કરેલા અહેવાલ પ્રમાણે છેલ્લાં ત્રણ વર્ષમાં કેન્દ્ર સરકારે સરકારી જાહેરાતો પાછળ ૯૧૧ કરોડનો ખર્ચ કર્યો હતો. ૨૦૧૯-૨૦ના વર્ષમાં દેશના ૫૩૨૬ અખબારોને ૨૯૫ કરોડની જાહેરાતો અપાઈ હતી. ૨૦૨૦-૨૧ના વર્ષમાં ૫૨૧૦ અખબારોમાં ૧૯૭ કરોડની જાહેરાતો પ્રસિદ્ધ થઈ હતી. ૨૦૨૧-૨૨માં ૬૨૨૪ અખબારોમાં ૧૭૯ કરોડની જાહેરાતો છપાઈ હતી. ૨૦૨૨-૨૩ના વર્ષમાં જૂન સુધીમાં ૧૫૨૯ અખબારોમાં ૧૯ કરોડની જાહેરાતો આવી ચૂકી છે.