ગુજરાત સરકારની ત્રિદિવસીય ચિંતન શિબિર આજથી યોજાશે. સાંજે 4 વાગ્યાથી કેવડિયામાં 10મી શિબિરનો પ્રારંભ થવાનો છે. મુખ્ય સચિવના પ્રાસંગિક ઉદબોધનથી શરૂઆત થશે. ગુજરાતના(Gujarat) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 19 થી 21 મે દરમિયાન દસમી ચિંતન શિબિરનો શુભારંભ કરાવશે.