સરકારે વ્યાપક પાયા પર ઉપયોગમાં લેવાતી ૪૧ જીવનરક્ષક દવાઓની કિંમતમાં ઘટાડો કરતાં આ પગલાંથી સામાન્ય લોકોને રાહત થશે. સરકારે ડાયાબિટીસ, હૃદયની તકલીફો, લિવર તથા અન્ય રોગોમાં ઉપયોગમાં લેવાતી જાણીતી ૪૧ દવાઓ અને છ ફોર્મ્યુલેશન્સના ભાવમાં ઘટાડો કર્યો છે. નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી (એનપીપીએ) આ ભાવઘટાડાનો નિર્ણય લીધો હતો.
લિવરમાં ગ્લુકોઝનું નિર્માણ ઘટાડીને લોહીમાં ગ્લુકોઝનું સ્તર ઘટાડતી દવા ડેપગ્લિફોઝિન મેટફોર્મિન હાઇડ્રોક્લોરાઇડની ટેબ્લેટનો ભાવ ૩૦ રુપિયાથી ઘટાડીને ૧૬ રૂપિયા કરવામાં આવ્યા છે.