લદ્દાખ સરહદે મે ૨૦૨૦થી ચીન સાથે ચાલી રહેલા ઘર્ષણ વચ્ચે સરકારે સંરક્ષણ ક્ષેત્રમાં પણ 'આત્મનિર્ભર ભારત' અભિયાન પર વિશેષ ભાર મૂક્યો છે. નાણામંત્રી સીતારામને નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ માટે સંરક્ષણ બજેટ વધારીને રૂ. ૫.૨૫ લાખ કરોડ કર્યું છે, જે ગયા વર્ષે ૪.૭૮ લાખ કરોડ હતું. સરકારે આ વર્ષે પણ બજેટમાં સંરક્ષણ ક્ષેત્રને વિશેષ મહત્વ આપી વધુ ભંડોળની ફાળવણી કરી છે.