સરકારના અંદાજ મુજબ નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩માં ભારતીય અર્થતંત્ર સાત ટકાના દરે વિકાસ કરશે. એક વર્ષ અગાઉ નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨માં ભારતનો જીડીપી ૮.૭ ટકા રહ્યો હતો. માઇનિંગ અને મેન્યુફેકચરિંગ સેક્ટરના નબળા દેખાવને પગલે જીડીપીના અંદાજમાં ઘટાડો કરવામાં આવ્યો છે.