કોરોનાકાળમાં ફ્લાઈટ બંધ થયા બાદ એરલાઇન્સને સર્વાઇલ મુશ્કેલ બન્યુ હતું. જેનુ ભારણ હવે મુસાફરો ઉપર આવી રહ્યું છે. હવે અગાઉની માફક ફ્લાઇટમાં ઉડવું બધાને પરવડે તેનું રહેશે નહીં. ફ્લાઈટની ટિકિટમાં વધારો કરવામાં આવશે. આજે નાગરિક ઉડ્ડયન મંત્રાલયે એરલાઇન્સને રાહત આપતાં ક્ષમતાના 80 ટકા સુધી ઉપયોગ કરવાની મંજૂરી આપી છે. આ સિવાય ભાડુ વધારવાની પણ છુટ આપવામાં આવી છે. લોકડાઉન પછી જ્યારે એરલાઇન્સશરૂ થઈ ત્યારે જુદાજુદા રૂટનું ભાડુ નિશ્ચિત કરાયું હતું. પરંતુ હવે લઘુતમ ભાડામાં 10 ટકાનો વધારો કરવામાં આવ્યો છે અને મહત્તમ ભાડામાં 30 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. આ નિયમ 31 માર્ચ 2021 સુધી અમલમાં રહેશે. ઉલ્લેખેનીય છે કે 25 માર્ચે દેશભરમાં લોકડાઉનની ઘોષણા કરવામાં આવી હતી. 25 મે 2020 સુધીમાં બે મહિના માટે હવાઈ સેવા સંપૂર્ણપણે રોકી દેવામાં આવી હતી.