કોંગ્રસ નેતા રાહુલ ગાંધીએ દેશમાં ચાલી રહેલા કોરોનાના રસીકરણ અભિયાનને લઈને મોદી સરકારની ફરી ટીકા કરી છે.
આજે રાહુલ ગાંધીએ પીએમ મોદી પર હુમલો કરતા કહ્યુ હતુ કે, વાયદા છે પણ વેક્સીન નથી.
રાહુલ ગાંધીએ એક હિન્દી વેબસાઈટના અહેવાલનો સ્ક્રીન શોટ પણ શેર કર્યો છે.જેમાં કહેવામાં આવ્યુ છે કે, દિલ્હી સહિત બીજા રાજ્યોમાં વેક્સીનની અછતના કારણે રસીકરણ પર ભારે અસર પહોંચી છે.દિલ્હીમાં વેક્સીનની અછતના કારણે ઘણા કેન્દ્રો બંધ છે અને મધ્ય પ્રદેશમાં વેક્સીનની અછતના કારણે છેલ્લા એક સપ્તાહમાં માત્ર 38000 ડોઝ જ આપી શકાયા છે.