જો તમે હજુ સુધી ફાસ્ટેગનું KYC કરાવ્યું નથી, તો ચિંતા કરવાની જરૂર નથી. ભારત સરકારે તેની સમયમર્યાદા એક મહિનો લંબાવી છે. ફાસ્ટેગનું KYC પૂર્ણ કરવા માટે તમને વધુ એક મહિનાનો સમય મળશે. તમને જણાવી દઈએ કે KYC કરાવવાની છેલ્લી તારીખ 31 જાન્યુઆરી 2024 હતી. હવે તમે 29 ફેબ્રુઆરી સુધી ફાસ્ટેગનું KYC કરાવી શકો છો.