કોરોના વોરિયર્સની કોરોના વેક્સીન આપ્યા પછી હવે સામાન્ય નાગરિકોને 1 માર્ચથી કોરોના વેક્સિન આપવાની શરૂઆત કરી દેવામાં આવશે. કેન્દ્ર સરકારે નિર્ણય કર્યો કે 60 વર્ષથી વધુ ઉંમરના લોકો તથા ગંભીર બીમારીથી ગ્રસ્ત 45 વર્ષથી વધુ ઉંમરના લોકોને 1 માર્ચથી કોરોના વાયરસ વિરોધી વેક્સીન (Coronavirus Vaccine) સરકારી કેન્દ્રો પર કોઈ ચાર્જ લીધા વગર આપવામાં આવશે. જ્યારે ખાનગી હોસ્પિટલમાં તેના માટે થોડો ચાર્જ ચૂકવવો પડશે.
કોરોના વેક્સિનની કિંમત કેટલી હશે તેની જાહેરાત કરી દેવામાં આવી છે. કોરોનાની વેક્સિન સરકારી હોસ્પિટલમાં મફતમાં મળશે, જ્યારે ખાનગી હોસ્પિટલમાં એક ડોઝની કિંમત 250 રૂપિયા રહેશે. 150 રૂપિયા કોરોના વેક્સિનના અને 100 રૂપિયા એડ્મિનિસ્ટ્રેશન ચાર્જ રાખવામાં આવ્યો છે. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ટ્વિટર પર આ માહિતીની જાણકારી આપી હતી.
આમ આરોગ્ય વિભાગ માન્ય ખાનગી હોસ્પિટલમાં ફક્ત 250 રૂપિયાની કિંમતથી એક વેક્સીનનો ડોઝ પ્રાપ્ત કરી શકાશે. સરકારી હોસ્પિટલમાં આ વેક્સીન વિનામૂલ્યે આપવામાં આવશે.