મોદી સરકારે રાષ્ટ્રપતિ ભવનના મુગલ ગાર્ડનને લઈને મોટો નિર્ણય લીધો છે. હવે આ ઐતિહાસિક બગીચો 'અમૃત ઉદ્યાન' તરીકે ઓળખાશે. આ નામની થીમ સરકારે આઝાદીના અમૃત મહોત્સવમાંથી લીધી છે. આ બગીચો તેની સુંદરતા માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે, જેને જોવા માટે દર વર્ષે હજારો લોકો રાષ્ટ્રપતિ ભવન પહોંચે છે. ત્યારે સરકારના આ નિર્ણયથી રાજકારણ પણ ગરમાયું છે.