ગુજરાતમાં બાળ મૃત્યુદરના ચોંકાવનારા આંકડાઓ સામે આવતા કોંગ્રેસે રાજ્ય સરકારને ઘેરવાના પ્રયત્નો શરુ કર્યા છે. આજે (સોમવારે) ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાએ મુખ્યમંત્રી રૂપાણીના હોમટાઉન રાજકોટ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. દરમિયાન તેમણે સરકાર પર પ્રહાર કરતા કહ્યું હતું કે, "રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બાળકોનો વિભાગમાં તપાસ કરતા જાણવા મળ્યું કે, 70 ટકા ડૉક્ટરોની જગ્યાઓ ખાલી પડી છે. સરકાર બજેટ માટે આટલા રૂપિયા ફાળવે છે, છત્તાં અહીં પૂરતા પ્રમાણમાં સાધનો નથી." વધુમાં તેમણે કહ્યું કે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ બાળકોના મોતની જવાબદારી લેવી જોઈએ અને પોતાના પદ પરથી રાજીનામું આપવું જોઈએ.