ઓલિંપિક મેડલ વિજેતા પહેલવાનો સાક્ષી મલિક અને બજરંગ પુનિયા કેન્દ્રીય ખેલ મંત્રી અનુરાગ ઠાકુરને મળ્યા હતા. બન્ને વચ્ચે પાંચ કલાક સુધી બેઠક યોજાઇ હતી. અનુરાગ ઠાકુરે પહેલવાનોને વાતચીત માટે તેમના ઘરે બોલાવ્યા હતા, તેથી પહેલવાનો ઠાકુરને મળ્યા હતા. બેઠકમાં પહેલવાનોએ ભાજપ સાંસદ અને કુશ્તી સંઘના પ્રમુખ બ્રિજ ભુષણની ધરપકડ સહિત ત્રણ માગણીઓ મુકી હતી. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે દાવો કર્યો હતો કે સરકારે પહેલવાનોની માગણી સ્વીકારી લીધી છે. ૧૫મી જુન સુધી તપાસ પુર્ણ કરી લેવાની સરકારે ખાતરી આપી છે.