કેન્દ્ર સરકારે કૃષિ કાયદાઓને પરત લેવાની જાહેરાત કરી છે. જોકે ટેકાના ભાવ માટે કાયદો અને અન્ય મુદ્દાઓને લઇને ખેડૂતો દ્વારા ધરણા પ્રદર્શન ચાલી રહ્યું છે. આ પરિસિૃથતિ વચ્ચે કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે કહ્યું હતું કે કેન્દ્ર સરકાર પરાળી સળગાવવાને ગુનો ગણવાનો નિર્ણય પરત લેવા માટે તૈયાર છે. સાથે જ તેમણે ખેડૂતોને વિનંતી કરી હતી કે તેઓ હવે આંદોલનને પુરૂ કરીને પરત ફરે.
તોમરે કહ્યું હતું કે ખેડૂતોની માગણી છે કે ટેકાના ભાવ માટે કાયદો ઘડવામાં આવે. આ માગણીને પુરી કરવા માટે સરકાર એક પેનલ રચવા તૈયાર છે. આ પેનલ રચવાની જાહેરાત ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 19મી નવેંબરના રોજ કરી હતી. જ્યારે ખેડૂતો પર આંદોલન સમયે જે કેસ કરવામાં આવ્યા છે તેને પરત લેવાની માગણીનો નિર્ણય રાજ્ય સરકારોએ લેવાનો હોય છે કેન્દ્ર સરકારે નહીં.