Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કોરોનાના કારણે વિશ્વનું અર્થતંત્ર મંદીમાં સરી પડયું છે. આઇએમએફની આગાહી આધારીત ગણતરી અનુસાર આગામી બે વર્ષમાં ભારતના અર્થતંત્રને 31.5 લાખ કરોડ રૂપિયાનો ફટકો પડશે એવી શકયતા છે. વૈશ્વિક અર્થતંત્ર અંગે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઇએમએફ) દ્વારા બુધવારે વ્યાપક અને ઉંડી મંદીની આગાહી કરવામાં આવી છે અને હવે ભારતનો વિકાસ દર પણ વૃઘ્ધિ નહીં નોંધાવી શકે પણ અર્થતંત્ર સંકોચાશે એવી આગાહી કરી છે.

આ ઉપરાંત, વૈશ્વિક આર્થિક ગતિવિધિઓ ધારણા કરતા ઓછી ઝડપે ફરીથી બેઠી થશે એમ જણાવાયું છે. ફંડ જણાવે છે કે નેવુંના દાયકામાં ગરીબી દુર કરવા માટે જે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા તેના ઉપર પાણી ફરી વળે એવી શક્યતા છે કારણ કે મહામારી અને લોકડાઉનના કારણે ગરીબો અને નીચી આવક ધરાવતા કુટુંબો ઉપર વધારે અસર થશે. અગાઉ ભારતનો આર્થિક વિકાસ દર 1.9 ટકા વધશે એવી આગાહી કરનાર આઈએફએમ હવે માને છે કે 2020માં ભારતનો આર્થિક વૃદ્ધિ દર નેગેટીવ 4.5 ટકા રહેવાનો છે. 

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ગ્રુપના ચીફ ઇકોનોમિક એદ્વાઇર સૌમ્ય કાંતિ ઘોષ આ અંગે જણાવે છે કે આઈએમએફની આગાહી અનુસાર 2020 અને 2021માં વૈશ્વિક અર્થતંત્રને 12.5 લાખ કરોડ ડોલરનો ફટકો પડવાનો છે. 

“વૈશ્વિક અર્થતંત્રમાં ભારતનો હિસો 3.5 ટકા છે એટલે ભારતને લગબગ 438 અબજ ડોલર કે રૂ.31.5 લાખ કરોડનો ફટકો પડશે. જીડીપીના કદની દ્રષ્ટિએ તે 15.5 ટકા જેટલો થવા જાય છે,” એમ ઘોષ જણાવે છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ