પિતા- દીકરીનો સંબંધ પવિત્ર ગણવામાં આવે છે. પિતા દીકરીનું ભવિષ્ય ઉજળું બને તે માટે સતત ચિંતા કરતા હોય છે. પરંતુ અમદાવાદમાં એક વિપરીત ઘટના બહાર આવી છે. પિતા- પુત્રી વચ્ચેની તકરારનો એક નવાઈ લાગે તેવો કિસ્સો બહાર આવ્યો છે. આખી ઘટના એવી છે કે અમદાવાદ શહેરના રખિયાલ વિસ્તારમાં આવેલી શેઠ .એલ. હિંદી હાઇસ્કુલની શિક્ષિકા માધુરી કિશનસિંહ તોમરની ડિગ્રી બોગસ હોવાનો ટ્રસ્ટી અને કોંગ્રેસના નેતા પિતા કિશનસિંહ તોમરે જ જાહેરમાં આક્ષેપ કરતા ખળભળાટ મચી ગયો છે. પુત્રીએ પોતાના પરના આરોપ નકારતા પિતા પર એવો આરોપ મુક્યો છે કે શાળાની ગ્રાન્ટમાં પિતા મોટા પાયે ભ્રષ્ટાચાર કરતા હતા અને મારા પિતાને અન્ય યુવતી સાથે સંબંધ હતા તેવો આક્ષેપ લગાવ્યો હતો.
કોંગ્રેસી નેતા કિશનસિંહ તોમરની પુત્રી માધુરીએ વધુમાં કહ્યું હતું મારી ડિગ્રી બોગસ નથી, વર્ષ 2014માં ડીઈઓ દ્વારા જે નિરિક્ષણ કરવામાં આવ્યું તે ડિગ્રી બોગસ નીકળી છે. મારા પિતાએ મારૂ નામ અને રોલ નંબર બીજા કોઈનો નોંધ્યો છે, તે મને ફસાવવા માંગે છે. આ એટલો વાહિયાત માણસ છે, જે પોતાની દિકરીને જ હેરાન કરે છે. આ મારા પતિને મને ફસાવવા માંગે છે. તમારી તમામ સંપત્તિ ગેરકાયદેસર છે, તમારી તમામ સંપત્તિ બોગસ છે, તમે દુનિયાના સૌથી મોટા ચોર છો. એક એક શિક્ષકની ભરતી પર તમે 18 લાખ રૂપિયાની લાંચ લીધી છે.” વધુમાં માધુરી કહ્યું હતું જ્યારે પુત્રીએ પિતા પર શિક્ષકોની ભરતીમાં પૈસા લેવાનો, વ્યભિચારનો પણ આક્ષેપ કર્યો હતો.