પતિ દ્વારા લાંચ લેવી જયપુરના મેયર મુનેશ ગુર્જરને ભારે પડ્યું છે. રાજસ્થાનની અશોક ગેહલોતે સરકારે પોતાની પાર્ટી કોંગ્રેસના મેયરને બરતરફ કરી દીધા છે. જયપુરના મેયર મુનેશ ગુર્જરના પતિ લાંચ લેતા પકડાયા હતા. જેના બાદ ગેહલોત સરકારે આ કાર્યવાહી કરી હતી. સરકારે કહ્યું કે અમે ભ્રષ્ટાચારને કોઈપણ ભોગે સાંખી નહીં લઈએ.