ચૂંટણી પંચે મતદાનની ઉંમર અને ચૂંટણી લડવાની લઘુત્તમ ઉંમર વચ્ચે સમાનતા લાવવા સામે વાંધો ઉઠાવ્યો હતો. આ ઉપરાંત ચૂંટણી પંચે સંસદીય પેનલને પણ કહ્યું કે તેણે 'ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM)નું વિશ્વસનીય અને સંશોધિત સંસ્કરણ' વિકસાવ્યું છે. આ માટે ચૂંટણી પંચ જાન્યુઆરીમાં વિજ્ઞાન ભવનમાં તમામ પક્ષો સામે તેનું પ્રેઝન્ટેશન પણ આપશે. એક રિપોર્ટ અનુસાર જાહેર ફરિયાદ, કાયદો અને ન્યાય પરની સ્થાયી સમિતિ સમક્ષ ચૂંટણી પંચના અધિકારીઓએ ગત સોમવારે કહ્યુ હતું કે લોકસભા, વિધાનસભા, રાજ્યસભામાં ચૂંટણી લડવાની લાયકાત સ્વરુપે લઘુત્તમ ઉંમર ઓછી કરવા સાથે સંમત નથી. સૂત્રોએ જણાવ્યું કે સંસદીય પેનલે ચૂંટણી પંચને લઘુત્તમ વય મર્યાદા ઘટાડવા માટે પુછવામાં આવ્યુ હતું.