મહાત્મા ગાંધીના પ્રપૌત્રી આશિષ લતા રામગોબિનને દક્ષિણ આફ્રિકાની ડર્બનની અદાલતે સાત વર્ષની સજા ફટકારી છે. તેમના પર ભારતમાંથી એક ખેપ લાવવા માટે આયાત અને કસ્ટમ્સ ડયુટીને મેનેજ કરવાના નામે એસઆર મહારાજ નામના કારોબારી પાસેથી 62 લાખ રેન્ડ (3.23 કરોડ રૂપિયા) હડપવાનો આરોપ હતો.
તેનાથી થનારા ફાયદાને કારોબારી સાથે વહેંચવાનું પણ વચન આપ્યું હતું. લતા પ્રસિદ્ધ કાર્યકર ઇલા ગાંધી અને દિવંગત મેવા રામગોબિનની પુત્રી છે. ડર્બનની વિશેષ આિર્થક અપરાધ અદાલતે તેમને તેમની સામે દાખલ કરાયેલા તહોમતનામા અને સજા બંને સામે અપીલ કરવાની મનાઈ ફરમાવી દીધી છે.