અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, જર્મની, જાપાન, ઈટાલી અને કેનેડાના જી-૭ સંગઠને રશિયા સામે યુક્રેનનું યુદ્ધ ચાલે ત્યાં સુધી યુક્રેનને મદદ કરવાનો ઠરાવ પસાર કર્યો હતો. ૧૯ અબજ ડોલરની સહાય જાહેર કરીને જી-૭ દેશોએ યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીને વીડિયો કોન્ફરન્સથી જોડીને ધરપત આપી હતી. જી-૭ દેશો યુક્રેનની સાથે હોવાનું જણાવ્યું હતું. અમેરિકન પ્રમુખ જો બાઈડને જી-૭ દેશો ઉપરાંત યુરોપના દેશોને પણ યુક્રેન મુદ્દે એકતા બતાવવાની અપીલ કરી હતી. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશેષ આમંત્રિત દેશના પ્રતિનિધિ તરીકે જી-૭ને સંબોધન કર્યું હતું.