જી-૨૦માંથી કોઈ નિર્ણાયક ઉકેલ આવવાની શક્યતા બાબતે બજારમાં નિરાશા
બાર્ગેન બાયરોએ નિકલમાં લેવાલી શરુ કરી
ઈબ્રાહીમ પટેલ
મુંબઈ, તા ૨૯: આર્જેન્ટીના ખાતે શુક્ર અને શનિવારે મળનાર જી-૨૦ (ગ્રુપ ઓફ ટ્વેંટી) સંમેલન ટ્રેડ વોર માટે ટર્નીંગ પોઈન્ટ સાબિત થનાર છે. ટ્રમ્પ અને સી-જીન્પીંગ આ બે નેતાઓ શાનિવારે સંમેલનની ડીનર ડીપ્લોમસી સાથે સાઈડલાઈન બેઠક કરશે. જેમાં તેઓ સતત વધી રહેલા નકારાત્મક વૈશ્વિક આર્થિક પ્રવાહોની ચિંતાઓને લઈને પિસ્ટપીંઝણ કરશે. અમેરિકન પ્રમુખ ડીનર લેતી વખતે ચીનના નેતાને ટ્રેડ વોર બાબતે સલાહ સમજુતી કરવી છે કે નહિ તેનો દાણો ડાબી જોશે. પણ જો આ બેઠકમાં કઈ નહિ ઉકળે તો ટ્રમ્પ ચીનની તમામ આયાતી ચીજો પર ટેરીફ વેલ્યુ વધારવાને તૈયાર બેઠા છે, એમ વ્હાઈટ હાઉસના ઇકોનોમિક એદ્વાઇર લેરી કુદ્લોએ ટેબલ પછાડીને કહી દીધું છે.
રોકાણકારોએ પણ જી-૨૦ની બેઠકમાંથી કોઈ સ્પષ્ટ સંકેત મળવાની રાહ જોઇને સાવચેતી અપનાવી લીધી છે. અલબત્ત, જી-૨૦માંથી કોઈ નિર્ણાયક ઉકેલ આવવાની શક્યતા બાબતે બજારમાં નિરાશા પ્રવર્તે છે. આને લીધે બેઝ મેટલ બજાર દબાણમાં આવી ગઈ છે. બરાબર આ જ સમયે અમેરિકન સિક્યુરીટી બજારમાં જોવાઈ રહેલી તેજીને પગલે સર્જાયેલા જોખમોની અસરે શાંઘાઈ કોમોડીટી એક્સચેન્જમાં બેઝ મેટલના ભાવ ઘટવા તરફી રહ્યા છે. ડોલર ઇન્ડેક્સ જે ૭ નવેમ્બરે ૯૫.૬૭ પોઈન્ટની મજબૂતી ધરાવતો હતો તે હવે નબળો પાડીને ૯૭.૨૮ પોઈન્ટ મુકાયો છે. નિકલ અને એલ્યુમીનીયમમાં હજુ પણ નબળો ટોન જોવાય છે, પણ બાર્ગેન બાયરોએ નિકલમાં લેવાલી શરુ કરી છે, તેથી ભાવ ઘટ્યા મથાળેથી વધી આવ્યા છે.
સિગ્મા બ્રોકિંગની આગેવાનીમાં કેટલાંક ટ્રેડરોએ લંડન મેટલ એક્સચેન્જમાં વર્ષો પછી પહેલી વખત ઓપન-આઉટક્રાય (હાજર બજારની) રીંગ સ્થાપિત કરી છે, એલએમઈની આ રિંગમાં એક દાયકા કરતા વધુ સમયથી નવયુવા ટ્રેડરો ભાગ લેતા ન હતા. આથી આ રીંગનાં ટ્રેડરો પણ તેમાં કામકાજ કરવાથી અલિપ્ત થઇ ગયા હતા. ચીનના કેટલાંક ટ્રેડરોએ નિકલમાં મંદીનો ખેલો પાથરી દીધો છે. તેઓ માને છે કે આગામી વર્ષથી ઇન્ડોનેશિયાની નિકલનું ઉત્પાદન બજારમાં આવતા જ નીકલ સપ્લાય સરપ્લસમાં આવી જશે. સીઆરયુ ગ્રુપના એનાલીસ્ટ પીટર પેંગ કહે છે કે આગામી વર્ષે સ્ટેનલેસ સ્ટીલની માંગ ઘટવાની શક્યતા જોતા નિકલનાં ભાવ ૮૦૦૦ ડોલર સુધી ઘટી શકે છે.
બજારમાં ઘણી બધી નાકારત્મકતાઓ પ્રવર્તતી હોવા છતાં નિકલમાં બાર્ગેન બાઈંગ સાથે એલએમઈ વાયદો ૧૦,૯૨૦ ડોલરની ઉંચાઈએ પહોચ્યો હતો, જે મંગળવારે ૧૦૭૨૨.૫ ડોલરની વાર્ષિક બોટમે હતો. માલભરાવાને લીધે નિકલ વાયદો માસિક ધોરણે છેલ્લા બે વર્ષમાં સૌથી વધુ ઘટ્યો હતો. નવેમ્બરમાં એલએમઈ વાયદો સતત છઠ્ઠા મહીને તુટ્યો હતો, આવી ઘટના છેલ્લે ઓક્ટોબર ૨૦૧૫થી માર્ચ ૨૦૧૬ દરમિયાન ઘટી હતી. એલએમઈ સાથે શાંઘાઈ શેફ વાયદો પણ વધીને ૯૪૫૫૦ યુઆન થયો હતો.
સપ્લાય સાઈડ જોઈએ તો શેફ એક્સચેન્જ પર નિકલ ૮૪૮ ટન ઘટીને ૨૩ નવેમ્બરના સપ્તાહાંતે ૧૫૫૩૯ ટન રહ્યો હતો, એલએમઈ સ્ટોક પાંચ વર્ષના તળિયે ૨,૧૪,૧૮૮ ટન હતો. જર્મન કંપની બાસ્ફએ કાર બેટરીમાં નિકલ વપરાશ ૫૦ ટકા ઘટાડીને વધુ મેંગેનીઝ વાપરવાની નવી રેશીપી બનાવી છે. ચીનમાં સ્ક્રેપ આયાત પરના નિયંત્રણો વધુ સખ્ત બનાવાતા ઓક્ટોબરમાં આયાત ૨૦૧૪ પછીની સૌથી ઓછી થઇ હતી.
એનાલીસ્ટોનું માનવું છે કે ચીનનાં સહયોગથી ઇન્ડોનેશિયામા ઉમેરાયેલી નવી ઉત્પાદન ક્ષમ્તા છતાં નિર્ધારિત લક્ષ્યાંક જેટલું ઉત્પાદન થવાની સંભાવના ઓછી છે. ઈન્ડોનેશિયાના મોરોવાલી પાર્ક ખાતે વિકસાવાયેલી હાઈ-પ્રેશર એસીડ લીચ ફેસીલીટી દ્વારા બેટરી ગ્રેડ નિકલ અને કોબાલ્ટ કેમિકલનું ઉત્પાદન આગામી વર્ષે શરુ થવાની સંભાવના નથી એવું પણ તેઓ માને છે.
જી-૨૦માંથી કોઈ નિર્ણાયક ઉકેલ આવવાની શક્યતા બાબતે બજારમાં નિરાશા
બાર્ગેન બાયરોએ નિકલમાં લેવાલી શરુ કરી
ઈબ્રાહીમ પટેલ
મુંબઈ, તા ૨૯: આર્જેન્ટીના ખાતે શુક્ર અને શનિવારે મળનાર જી-૨૦ (ગ્રુપ ઓફ ટ્વેંટી) સંમેલન ટ્રેડ વોર માટે ટર્નીંગ પોઈન્ટ સાબિત થનાર છે. ટ્રમ્પ અને સી-જીન્પીંગ આ બે નેતાઓ શાનિવારે સંમેલનની ડીનર ડીપ્લોમસી સાથે સાઈડલાઈન બેઠક કરશે. જેમાં તેઓ સતત વધી રહેલા નકારાત્મક વૈશ્વિક આર્થિક પ્રવાહોની ચિંતાઓને લઈને પિસ્ટપીંઝણ કરશે. અમેરિકન પ્રમુખ ડીનર લેતી વખતે ચીનના નેતાને ટ્રેડ વોર બાબતે સલાહ સમજુતી કરવી છે કે નહિ તેનો દાણો ડાબી જોશે. પણ જો આ બેઠકમાં કઈ નહિ ઉકળે તો ટ્રમ્પ ચીનની તમામ આયાતી ચીજો પર ટેરીફ વેલ્યુ વધારવાને તૈયાર બેઠા છે, એમ વ્હાઈટ હાઉસના ઇકોનોમિક એદ્વાઇર લેરી કુદ્લોએ ટેબલ પછાડીને કહી દીધું છે.
રોકાણકારોએ પણ જી-૨૦ની બેઠકમાંથી કોઈ સ્પષ્ટ સંકેત મળવાની રાહ જોઇને સાવચેતી અપનાવી લીધી છે. અલબત્ત, જી-૨૦માંથી કોઈ નિર્ણાયક ઉકેલ આવવાની શક્યતા બાબતે બજારમાં નિરાશા પ્રવર્તે છે. આને લીધે બેઝ મેટલ બજાર દબાણમાં આવી ગઈ છે. બરાબર આ જ સમયે અમેરિકન સિક્યુરીટી બજારમાં જોવાઈ રહેલી તેજીને પગલે સર્જાયેલા જોખમોની અસરે શાંઘાઈ કોમોડીટી એક્સચેન્જમાં બેઝ મેટલના ભાવ ઘટવા તરફી રહ્યા છે. ડોલર ઇન્ડેક્સ જે ૭ નવેમ્બરે ૯૫.૬૭ પોઈન્ટની મજબૂતી ધરાવતો હતો તે હવે નબળો પાડીને ૯૭.૨૮ પોઈન્ટ મુકાયો છે. નિકલ અને એલ્યુમીનીયમમાં હજુ પણ નબળો ટોન જોવાય છે, પણ બાર્ગેન બાયરોએ નિકલમાં લેવાલી શરુ કરી છે, તેથી ભાવ ઘટ્યા મથાળેથી વધી આવ્યા છે.
સિગ્મા બ્રોકિંગની આગેવાનીમાં કેટલાંક ટ્રેડરોએ લંડન મેટલ એક્સચેન્જમાં વર્ષો પછી પહેલી વખત ઓપન-આઉટક્રાય (હાજર બજારની) રીંગ સ્થાપિત કરી છે, એલએમઈની આ રિંગમાં એક દાયકા કરતા વધુ સમયથી નવયુવા ટ્રેડરો ભાગ લેતા ન હતા. આથી આ રીંગનાં ટ્રેડરો પણ તેમાં કામકાજ કરવાથી અલિપ્ત થઇ ગયા હતા. ચીનના કેટલાંક ટ્રેડરોએ નિકલમાં મંદીનો ખેલો પાથરી દીધો છે. તેઓ માને છે કે આગામી વર્ષથી ઇન્ડોનેશિયાની નિકલનું ઉત્પાદન બજારમાં આવતા જ નીકલ સપ્લાય સરપ્લસમાં આવી જશે. સીઆરયુ ગ્રુપના એનાલીસ્ટ પીટર પેંગ કહે છે કે આગામી વર્ષે સ્ટેનલેસ સ્ટીલની માંગ ઘટવાની શક્યતા જોતા નિકલનાં ભાવ ૮૦૦૦ ડોલર સુધી ઘટી શકે છે.
બજારમાં ઘણી બધી નાકારત્મકતાઓ પ્રવર્તતી હોવા છતાં નિકલમાં બાર્ગેન બાઈંગ સાથે એલએમઈ વાયદો ૧૦,૯૨૦ ડોલરની ઉંચાઈએ પહોચ્યો હતો, જે મંગળવારે ૧૦૭૨૨.૫ ડોલરની વાર્ષિક બોટમે હતો. માલભરાવાને લીધે નિકલ વાયદો માસિક ધોરણે છેલ્લા બે વર્ષમાં સૌથી વધુ ઘટ્યો હતો. નવેમ્બરમાં એલએમઈ વાયદો સતત છઠ્ઠા મહીને તુટ્યો હતો, આવી ઘટના છેલ્લે ઓક્ટોબર ૨૦૧૫થી માર્ચ ૨૦૧૬ દરમિયાન ઘટી હતી. એલએમઈ સાથે શાંઘાઈ શેફ વાયદો પણ વધીને ૯૪૫૫૦ યુઆન થયો હતો.
સપ્લાય સાઈડ જોઈએ તો શેફ એક્સચેન્જ પર નિકલ ૮૪૮ ટન ઘટીને ૨૩ નવેમ્બરના સપ્તાહાંતે ૧૫૫૩૯ ટન રહ્યો હતો, એલએમઈ સ્ટોક પાંચ વર્ષના તળિયે ૨,૧૪,૧૮૮ ટન હતો. જર્મન કંપની બાસ્ફએ કાર બેટરીમાં નિકલ વપરાશ ૫૦ ટકા ઘટાડીને વધુ મેંગેનીઝ વાપરવાની નવી રેશીપી બનાવી છે. ચીનમાં સ્ક્રેપ આયાત પરના નિયંત્રણો વધુ સખ્ત બનાવાતા ઓક્ટોબરમાં આયાત ૨૦૧૪ પછીની સૌથી ઓછી થઇ હતી.
એનાલીસ્ટોનું માનવું છે કે ચીનનાં સહયોગથી ઇન્ડોનેશિયામા ઉમેરાયેલી નવી ઉત્પાદન ક્ષમ્તા છતાં નિર્ધારિત લક્ષ્યાંક જેટલું ઉત્પાદન થવાની સંભાવના ઓછી છે. ઈન્ડોનેશિયાના મોરોવાલી પાર્ક ખાતે વિકસાવાયેલી હાઈ-પ્રેશર એસીડ લીચ ફેસીલીટી દ્વારા બેટરી ગ્રેડ નિકલ અને કોબાલ્ટ કેમિકલનું ઉત્પાદન આગામી વર્ષે શરુ થવાની