હાલ ચાલી રહેલી પેટાચૂંટણીની સંદર્ભે કરજણ બેઠક પર ચૂંટણી પ્રચાર કરવા ગયેલા નાયબ મુખ્યમંત્રી પર તાજેતરમાં જૂતુ ફેંકાયું હતું. ત્યારે આખરે આ શખ્સ પકડાયો છે. શિનોરના રહેવાસી રશ્મિન પટેલ દ્વારા નીતિન પટેલ પર જૂતુ ફેંકાયું છે. ત્યારે પોલીસે રશ્મિન પટેલની ધરપકડ કરી છે. પરંતુ ચોંકાવનારી માહિતી એ સામે આવી કે, રશ્મિન પટેલ પૂર્વ ભાજપી કાર્યકર છે અને હાલ કોંગ્રેસ સાથે જોડાયેલો છે. રશ્મિન પટેલ શિનોર તાલુકા પંચાયતનો પૂર્વ કારોબારી અધ્યક્ષ છે. ભાજપે જ તેને 2010 થી 2013 દરમિયાન કારોબારી અધ્યક્ષ બનાવ્યો હતો. તેમજ રશ્મિન પટેલના પત્ની રશ્મિ પટેલ શિનોર ગ્રામ પંચાયતમા સરપંચ પણ રહી ચૂક્યા છે. ભાજપના જુથવાદના કારણે રશ્મનિ પટેલે જૂતુ ફેકાયુ હોવાની ચર્ચા ચાલી રહી છે.