હવામાન વિભાગે જણાવ્યું છે કે, હવે ગુજરાતના માથેથી વાયુ વાવાઝોડાનું સંકટ ટળ્યું છે. વાયુ વાવાઝોડું દરિયામાં જ દિશા બદલી ફંટાઈ જશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, આ વાવાઝોડું પોરબંદરના દરિયાકાંઠાના વિસ્તારોને સ્પર્શીને પસાર થઈ જશે. આ સાથે તેઓએ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં આગામી 48 કલાક સુધી ભારે પવન સાથે અતિ ભારે વરસાદની આગાહી કરી છે.
વાયુ વાવાઝોડના કારણે ગુજરાતના 17 જિલ્લાઓમાં વરસાદ વરસ્યો હતો. તો હવે વાવાઝોડું ફંટાઈ ગયા બાદ પણ આગામી 48 કલાક ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો માટે ભારે હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.