અમેરિકી યુદ્ધવિમાને ગુરુવારે હોર્મુઝની ખાડીમાં ઇરાનનું એક ડ્રોન વિમાન તોડી પાડતાં ખાડી પ્રદેશમાં તણાવ વધી ગયો હતો. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે, અમેરિકાનું યુદ્ધજહાજ યુએસએસ બોક્સર હોર્મુઝની ખાડીમાં પ્રવેશી રહ્યું હતું ત્યારે આવી ચડેલું ઇરાનનું ડ્રોન વિમાન યુદ્ધજહાજ સામે ધમકીરૂપ જણાતા તેને તોડી પાડવામાં આવ્યું હતું. ખાડી પ્રદેશમાં છેલ્લા ઘણા સમયથી સામસામે આવી ગયેલા ઇરાન અને અમેરિકા વચ્ચેના તણાવમાં પહેલીવાર અમેરિકા દ્વારા લશ્કરી પગલું લેવામાં આવ્યું છે.