જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી બંધારણની કલમ ૩૭૦ રદ કરાયા પછી પહેલીવાર થયેલા આતંકવાદી હુમલામાં બે વ્યક્તિના મોત થયાં હતાં. સોમવારે સાંજે ૭:૩૦ કલાકે જૈશ એ મોહમ્મદના આતંકવાદીઓએ ગુજ્જર સમુદાયના રાજૌરી જિલ્લાના અબ્દુલ કાદીર કોહલીનું અને શ્રીનગરના ખોનમોહ વિસ્તારના મંઝૂર એહમદનું પુલવામાના જંગલ વિસ્તારમાંથી અપહરણ કર્યું હતું. બંને હંગામી આશ્રયસ્થાનમાં આશ્રય લઇ રહ્યાં હતાં ત્યારે આતંકવાદીઓ તેમને બંધૂકની અણીએ ઉઠાવી ગયા હતા. બચાવ ટુકડીને ગોળીઓથી વીંધાયેલો કોહલીનો મૃતદેહ સોમવારે રાત્રે મળી આવ્યો હતો. ડીજીપી દિલબાગ સિંહે જણાવ્યું હતું કે, મંગળવારે સવારે મંઝૂર એહમદનો મૃતદેહ પણ મળી આવ્યો હતો.