બિહાર વિધાનસભા ચૂંટણીમાં એનડીએની જીત બાદ સોમવારે નીતીશ કુમારે પ્રદેશના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. એનડીએમાં સામેલ દળ તરફથી 14 મંત્રીઓએ પણ પદના શપથ લીધા છે. હવે બિહારમાં પ્રોટેમ સ્પીકરની નિમણૂક કરવાની છે. 23 નવેમ્બરે બિહારની નવી વિધાનસભાનું પ્રથમ સત્ર યોજાશે.
આ દરમિયાન સૌથી પહેલા પ્રોટેમ સ્પીકરની નિમણુક કરવામાં આવશે જે નવા ધારાસભ્યોને શપથ અપાવશે. ત્યારબાદ બિહાર વિધાનસભાના સ્પીકરની ચૂંટણી થશે. વિધાનસભા સ્પીકરની ચૂંટણીનો નિર્ણય ખુબ મહત્વનો છે. તેની પાછળ તે કારણ છે કે એનડીએની પાસે કુલ 125 ધારાસભ્ય છે જે સરકાર બનાવવાના આંકડાથી માત્ર ત્રણ વધુ છે. તેવામાં પ્રદેશમાં સરકારની સ્થિરતા માટે ભાજપ પોતાના ખાસ નેતાને આ પદ સોંપવા ઈચ્છે છે.