સોમવાર (24 જૂન)થી 18મી લોકસભાનું પ્રથમ સત્ર શરૂ થવાનું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ પ્રથમ સત્રના પહેલા દિવસે રાષ્ટ્રપતિ ભવનમાં પ્રોટેમ સ્પીકરને સવારે 9.30 કલાકે શપથ લેવડાવશે. દેશમાં નવી સરકાર બન્યા બાદ આ પ્રથમ સત્ર યોજાવાનું છે, જોકે ઓમ બિરલા સત્રની શરૂઆત પહેલા સુધી લોકસભાના અધ્યક્ષ પદ પર રહેશે, પરંતુ સત્ર શરૂ થતાંની સાથે જ પૂર્વ અધ્યક્ષનો કાર્યકાળ સમાપ્ત થઈ જાય છે
સત્રની શરૂઆતમાં પ્રોટેમ સ્પીકર નવા ચૂંટાયેલા સાંસદોને શપથ લેવડાવશે. સૌથી પહેલા વડાપ્રધાન શપથ લે છે, ત્યારબાદ કેબિનેટ મંત્રીઓ અને પછી બાકીના સાંસદો શપથ લેશે. પ્રોટેમ સ્પીકરને પ્રિસાઇડિંગ ઓફિસર પણ કહી શકાય. આ પદ માત્ર બે દિવસ માટે છે.