એશિયાઈ સિંહોના એકમાત્ર વિસ્તાર ગિર જંગલના પુર્વ વિસ્તારમાં એક પ્રાઈડના મૃત્યુ પામેલા ૧૧ સિંહોમાં જોવા મળેલા કેનાઈન ડિસ્ટેમ્પરના પગલે ચોંકી ઉઠેલા વનતંત્રએ તત્કાલ અમેરિકાથી મંગાવેલ કેનાઈન અંગેની રસીનો પ્રથમ તબક્કો જામવાળા અને જશાધાર ખાતે રાખવામાં આવેલા ૩૧ સિંહોમાં પુર્ણ કરવામાં આવ્યો છે. પશુ ચિકિત્સા સાથે સંકળાયેલા સુત્રોના જણાવાયા અનુસાર હવે પછીનો ડોઝ ર૧ દિવસ અને ત્રીજો ડોઝ ૪ર દિવસે આપવાનો થશે મતલબ કે અત્યારે કેનાઈન માટે મંગાવાયેલ રસીના ૩૦૦ ડોઝ ૧૦૦ સિંહોને સારવાર માટેનો જથ્થો છે. જે સક્કરબાગ ઝૂ ખાતે રાખવામાં આવેલ છે.
ગિરમાં સિંહોની સારવાર સાથે સંકળાયેલા સુત્રોએ સંદેશને જણાવ્યુ કે અત્યારે કેનાઈન ડીસ્ટેમ્પર માટેની સિંહોની સારવારનો પ્રથમ તબક્કો પુર્ણ કરી લેવાયો છે. બે સ્થળો જામવાળા અને જશાધાર ખાતે ઓબ્ઝર્વેશનમાં રખાયેલા સિંહોને ઝીરો કક્ષાએથી પ્રથમ ડોઝની કામગીરી પુર્ણ કરવામાં આવી છે.