ગયા મહિને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) દ્વારા વૈશ્વિક સ્વાસ્થ્ય કટોકટી જાહેર કરાયેલા મંકીપોક્સ (Mpox) વાયરસના આ સ્ટ્રેનનો પ્રથમ કેસ ભારતમાં નોંધાયો છે અને ગયા અઠવાડિયે કેરળમાં એક વ્યક્તિને તેનાથી ચેપ લાગ્યો હોવાની પુષ્ટિ કરી હતી. સત્તાવાર સૂત્રોએ સોમવારે આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે તાજેતરમાં સંયુક્ત આરબ અમીરાત (UAE) થી પરત આવેલા મલપ્પુરમના 38 વર્ષીય રહેવાસીને ‘Clade 1B સ્ટ્રેન’ ના ચેપનું નિદાન થયું છે. દર્દીની હાલત સ્થિર હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.