એક દેશ એક ચૂંટણી નો મુદ્દો હાલમાં સમગ્ર ભારતમાં ચર્ચાનો વિષય બની ગયો છે. કેન્દ્રની મોદી સરકારે આ મામલે એક સમિતિની રચના પણ કરી દીધી છે. આ સમિતિની પહેલી બેઠક યોજાવાનો કાર્યક્રમ આવી ગયો છે. માહિતી અનુસાર સૂત્રોનું કહેવું છે કે આજે આ સમિતિની પ્રથમ બેઠક યોજાઈ શકે છે.