વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ મોટેરામાં વુમન્સ સીનિયર વનડે ચેલેન્જર ટ્રોફીનું આયોજન થાય તેવી પ્રબળ શક્યતા છે. સૂત્રો અનુસાર બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઇન્ડિયા (BCCI)એ આ અંગે ગુજરાત ક્રિકેટ એસોસિયેશન (GCA)ને ઓફર કરી છે. GCA આગામી 2-3 દિવસમાં ગ્રાઉન્ડ સ્ટાફ અને પિચ ક્યુરેટર સાથે ચર્ચા કરીને BCCIને જવાબ આપશે. નમસ્તે ટ્રમ્પના કાર્યક્રમ પછી સ્ટેડિયમમાં અમુક કામકાજ કરવાની જરૂર હોય તે સ્વાભાવિક છે. તેવામાં સાફ-સફાઈ, ગ્રાઉન્ડ ક્લિયરન્સ અને પિચ ક્યુરેટરની સહમતી પર નિર્ભર રહેશે કે મોટેરા આ ટૂર્નામેન્ટની યજમાની કરશે કે નહીં?
4 દિવસમાં 4 મેચ રમાશે
વુમન્સ સીનિયર વનડે ચેલેન્જર ટ્રોફીમાં ઇન્ડિયા રેડ, ઇન્ડિયા બ્લૂ અને ઇન્ડિયા ગ્રીનની ટીમ ભાગ લેશે. તેઓ એકબીજા સામે એક-એક મેચ રમે પછી પોઈન્ટ્સ ટેબલની ટોપ-2 ટીમ વચ્ચે ફાઇનલ રમાશે. આ ટૂર્નામેન્ટ 26 માર્ચથી 30 માર્ચ દરમિયાન રમાશે.