ભારતીય ન્યાય સંહિતા (બીએનએસ) અંતગર્ત સેંટૃલ દિલ્હીના કમલા માર્કેટ પોલીસ મથકમાં નવા કાયદા મુજબ સોમવાર (1 જુલાઇ) ના રોજ પ્રથમ એફઆઇઆર નોંધાઇ છે. મોડી રાત્રે પેટ્રોલિંગ કરી રહેલી પોલીસની ટીમે જોયું કે નવી દિલ્હી રેલવે સ્ટેશન પાસે એક વ્યક્તિ રસ્તા વચ્ચે રેકડી લગાવી છે. તેના પર પાણી અને ગુટખા વેચી રહ્યો છે. તેના લીધે લોકોને અવર-જવરમાં સમસ્યા ઉભી થઇ રહી છે. ત્યારબાદ પોલીસે આ વ્યક્તિ વિરૂદ્ધ બીએનએસ અંતગર્ત પ્રથમ એફઆઇઆર નોંધી છે.