કોરોના વેક્સિનનો ૭૭,૦૦૦નો ડોઝ રાજકોટ આવી પહોંચ્યો છે. દાજે સવારે મુંબઈથી આ જથ્થો આવી પહોચતા એરપોર્ટ ઉપર કૃષિમંત્રી આર.સી.ફળદુની હાજરીમાં ગીત-સંગીત, તાળીઓ અને ફૂલહારથી વેક્સિનનું સ્વાગત કરવામાં આવ્યું છે. સંભવત: શનિવારથી રાજકોટમાં પ્રથમ રસી આપવામાં આવશે. હાલમાં રીજનલ વેક્સિન સ્ટોર ખાતે વેક્સિનને સ્ટોરેજ કરવામાં આવશે. અહીં ૨૦ લાખ વેક્સિન સ્ટોરેજની કેપેસિટી છે, સાથે જ જ્યાં વેક્સિન સ્ટોરેજ છે એ વિસ્તારને પ્રતિબંધિત વિસ્તાર જાહેર કરાયો છે.આજે સવારે એરપોર્ટ ઉપર વેક્સીન આવી પહોચી ત્યારે કૃષિ મંત્રી આર.સી.ફળદુ, સંસદ સભ્ય મોહન કુંડારિયા, કલેકટર રેમ્યા મોહન, પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ વગેરેએ તેના વધામણા કર્યા હતા અને વેકસીનના જથ્થાને કોલ્ડ સ્ટોરેજ રવાના કરતા પહેલા લીલી ઝંડી આપી હતી.