કોરોના વાયરસ સંકટ વચ્ચે પ્રધાનમંત્રી મોદીએ મંગળવારે રાષ્ટ્રજોગ કરેલા સંબોધન દરમિયાન 20 લાખ કરોડના આર્થિક પેકેજની જાહેરાત કરી હતી. ઉપરાંત લોકડાઉન 4.0ને નવી શરતો સાથે લાગુ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. 20 લાખ કરોડ રૂપિયાના આર્થિક પેકેજની વિગતો નાણામંત્રી નિર્મલા સીતારમણ આપશે તેમ કહ્યું હતું. જે અંગે આજે સાંજે 4 વાગે નિર્મલા સીતારમણ પેકેજની જાહેરાત અંગે મીડિયાને સંબોધન કરશે.કયા સેક્ટરને કેટલી રકમ ફાળવવામાં આવશે તેની માહિતી નિર્મલા સીતારમણ આપશે.