કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ શુક્રવારે જણાવ્યું હતું કે દેશના ખેડૂતો ગાંધીજી મારફત ચીંધવામાં આવેલ માર્ગે આંદોલન કરી રહ્યા છે તે જરૂર સફળ રહેશે. સોનિયા ગાંધીએ ભારતનો આત્મા ભારતના ગામડાઓ, ખેતરોમાં રહેલો છે, એવા ગાંધીજીના શબ્દોને ટાંકતા જણાવ્યું હતું કે દેશના ખેડૂતો અને ખેતમજૂરો ત્રણ ખેડૂત વિરોધી કાયદાકીય માર્ગરેખાઓનો વિરોધ કરવા માટે સડકો પર ઊતરી આવ્યા છે. સતત આંદોલન ચાલી રહ્યું છે તે સફળ રહેશે અને ખેડૂતો વિજેતા તરીકે ઊભરી આવશે.