લોકસભામાં ભારતીય બંધારણની ૭૫મી એનિવર્સરી પર આયોજિત ચર્ચામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સાવરકર અને મનુસ્મૃતિના મુદ્દે મોદી સરકારને આડે હાથ લીધી હતી. રાહુલ ગાંધીએ ૨૭ મિનિટના ભાષણમાં વીર સાવરકર અને આરએસએસે બંધારણના બદલે મનુસ્મૃતિને વધુ સારી ગણાવી હતી. આ બાબત ભાજપની વિચારધારા પર સવાલ ઊભા કરે છે. શું ભાજપ સાવરકરની વાતથી સહમત છે. બંધારણનો બચાવ કરીને ભાજપ તેમના જ 'સુપ્રીમ' નેતા સાવરકરની ટીકા કરી રહી છે તેમ રાહુલે કહ્યું હતું. આ સાથે તેમણે દ્રોણાચાર્ય અને એકલવ્યની વાત કરતાં ભાજપ યુવાનોના અંગૂઠા કાપી રહ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો.