આજે દેશમાંભરમાં ધૂળેટીનો તહેવાર મનાવવામાં આવી રહ્યો છે. હિંદુ કેલેન્ડર મુજબ, હોલિકા દહન દર વર્ષે ફાલ્ગુન મહિનાની પૂર્ણિમાની તારીખે અને પછી ચૈત્ર કૃષ્ણ પક્ષની પ્રતિપદા તારીખે ઉજવવામાં આવે છે. હોળીએ રંગો અને ઉત્સાહનો તહેવાર છે. રાજ્યમાં લોકો મન ભરીને ધૂળેટીના તહેવારની ઉજવણી કરશે.
આ વખતે કેલેન્ડરમાં તફાવતને કારણે દેશમાં બે દિવસ હોળી ઉજવવામાં આવી રહી છે. આજે દેશભરમાં ધૂળેટીનો તહેવાર ધામધુમથી ઉજવવામાં આવી રહ્યો છે. શાસ્ત્રોમાં ધૂળેટી રમતા પહેલા પોતાના ઈષ્ટદેવને ગુલાલ ચઢાવવાની પરંપરા છે. આજે ધૂળેટી રમતા પહેલા ભગવાનને ગુલાલ છાંટીને અને તેમના આશીર્વાદ લઈને લોકો ધૂળેટી રમશે.