સુરતમાં 6 વર્ષના બાળકના અપહરણને લઈને પોલીસ દોડતી થઈ હતી જોકે પોલીસે અલગ અલગ ટીમ બનાવી બાળકને શોધ્યું હતું. અને પોલીસે આ બાળકનું માતા સાથે મિલાન કરાવ્યું હતું. જોકે આ બાળકનું પારિવારિક ઝઘડામાં તેના પિતા દ્વારા અપહરણ કરવામાં આવ્યુ હતું
સુરતના ઉધના વિસ્તારમાં આવેલા વિજનગરમાં રહેતા 6 વર્ષના બાળકનું અપહરણ થયાની ફરિયાદ સુરતના ઉધના પોલીસ મથકમાં આવી હતી. જોકે બાળકની ઉમર નાની હોવાને લઈને પોલીસે એક બાજુ ફરિયાદની કાર્યવાહી કરી અને બીજી બાજુ બાળકને શોધવા અલગ અલગ ટીમ બનાવીને બાળકની તપાસ શરુ કરી હતી.
તે સમયે પતિ પત્ની વચ્ચે ચાલતા ઝઘડાની જાણ થતા પોલીસે બાળકની માતાની પૂછ્પરછ કરતા તેનો પતિ નાસિકમાં છે તેવી જાણકારી આપવામાં આવી હતી. જેથી પોલીસની એક ટીમ બાળકના પિતાની તપાસમાં નાસિક પહોંચી હતી. ત્યાં બાળક નાસિકમાં તેના પિતા પાસે મળી આવીયો હતો.