મોદી સરકારના બીજા કાર્યકાળમાં દેશમાંથી ભ્રષ્ટાચારને નાબૂદ કરવાની ઝુંબેશનાં ભાગરૂપે તેમજ લોકોને ગુડ ગવર્નન્સ પૂરું પાડવાના મક્કમ ઇરાદા સાથે મોદી સરકાર ભ્રષ્ટ અને લાંચિયા અધિકારીઓ પર ત્રાટકી હતી. ભ્રષ્ટાચાર ફરતે ગાળિયો કસવા સરકારે મહત્ત્વનું શિક્ષાત્મક પગલું લીધું હતું. સરકારે જેમના પર ભ્રષ્ટાચાર અને લાંચ લેવાના આરોપો છે તેવા ૧૫ કસ્ટમ્સ અને એક્સાઇઝ અધિકારીઓની તત્કાળ હકાલપટ્ટી કરી હતી. આ અધિકારીઓને ફરજિયાત નિવૃત્ત કરી દેવાયા છે અને તેમની સામે ખાતાકીય તેમજ કાનૂની કાર્યવાહી હાથ ધરાઈ છે. પ્રિન્સિપાલ કમિશનર અને આસિસ્ટન્ટ કમિશનર સહિત અનેક અધિકારીઓને સકંજામાં લેવામાં આવ્યા છે. સરકાર દ્વારા આ અગાઉ ઇન્કમટેક્સના ભ્રષ્ટ અધિકારીઓને પાણીચું પકડાવી દેવામાં આવ્યું હતું. બરતરફ કરવામાં આવેલા અધિકારીઓમાં એક પ્રિન્સિપાલ કમિશનર કક્ષાના અધિકારીનો પણ સમાવેશ થાય છે. જેમને પાણીચું પકડાવવામાં આવ્યું છે તેવા અધિકારીઓ સામે ભ્રષ્ટાચાર આચરવાનાં અને લાંચ લેવાનાં આક્ષેપો કરાયા છે.