સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ રુચિરા કંબોજે પાકિસ્તાનને આકરો જવાબ આપતા કહ્યુ કે, 'જમ્મુ-કાશ્મીરનો આખો વિસ્તાર ભારતનો અભિન્ન ભાગ છે અને હંમેશા રહેશે. અમે પાકિસ્તાનને સીમા પાર આતંકવાદ બંધ કરવા હાકલ કરીએ છીએ જેથી અમારા નાગરિકો તેમના જીવન અને સ્વતંત્રતાના અધિકારનો આનંદ માણી શકે. પાકિસ્તાન દ્વારા હંમેશા આ પ્લેટફોર્મનો દુરુપયોગ કરવામાં આવ્યો છે.'