દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની CBIએ દારૂ કૌભાંડ મામલે ધરપકડ કરી છે. આ મામલે હવે સીએમ કેજરીવાલના પત્ની સુનિતા કેજરીવાલની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કેજરીવાલની ધરપકડને સરમુખત્યારશાહી ગણાવી છે. આ સાથે જ તેમણે કહ્યું કે, આખી સિસ્ટમ એ જ પ્રયત્નમાં વ્યસ્ત છે કે કેજરીવાલ જેલની બહાર ન આવી જાય. આ કાયદો નથી. આ સરમુખત્યારશાહી છે, ઈમરજન્સી છે.
બીજી તરફ આમ આદમી પાર્ટીએ કહ્યુ કે, જ્યારે કેજરીવાલને મની લોન્ડરિંગ મામલે સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળવાની સંભાવના હતી તો ભાજપ ડરી ગઈ અને તેણે CBI દ્વારા ખોટા કેસમાં ધરપકડ કરાવી લીધી.