અમેરિકામાં 231 પ્રવાસીઓ અને 10 ક્રૂ મેમ્બર્સને લઈને ડેનવરથી ઉડાન ભરનારી ફ્લાઈટના એન્જિનમાં આગ લાગતાં મુસાફરોના જીવ તાળવે ચોંટયા હતા. આકાશમાં ઊંચાઈએ પહોંચેલા વિમાનના એક તરફનું એન્જિન સળગવા માંડયું હતુ અને તેનો કાટમાળ નીચે આવેલા રહેણાંક વિસ્તારમાં પડવા લાગ્યો હતો.
આવી ભયાનક સ્થિતિમાં પાઈલટે કુશળતા દર્શાવતા વિમાનને ડેનવરમાં જ સલામત લેન્ડ કરાવ્યું હતુ. રૂવાંડા ઉભા કરી દે તેવી આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. સળગતા એન્જિન સાથે ઉડતાં વિમાનની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાઈરલ બન્યા હતા.