Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ધીમંત પુરોહિત

માણસને પાવરફુલ થવા આખરે કેટલો પૈસો અને પાવર જોઈએ એ સવાલનો જવાબ મહાભારત કાળથી  આજ સુધી મળી નથી શક્યો. ગુજરાતના પૂર્વ આઈએએસ સંજય ગુપ્તા પણ એ સવાલનો જવાબ શોધ્યા વિના જ મરણને શરણ થયા. સંજય ગુપ્તા લાંબા સમય સુધી સો કરોડના મેટ્રો રેલ ભ્રષ્ટ્રાચાર  કેસમાં જેલમાં બંધ રહ્યા બાદ થોડા સમય પહેલા જ જામીન પર છુટ્યા હતા.  પંદર દિવસ પહેલા કોરોના થતા, લખનૌની એક હોસ્પીટલમાં દાખલ હતા. આખરે  કોરોના સામે હારી ગયા.

હર્ષદ મહેતાના ‘સ્કેમ’ જેવી જ રોમાંચક ઓટીપી સીરીઝ બની શકે એવી સંજય ગુપ્તાની નાટ્યાત્મક ચઢાવ ઉતારવાળી જિંદગીની આમ તો પાંચ સીઝન  છે. સંજય ગુપ્તા ગુજરાત કેડરમાં ૧૯૮૫ની બેચના સૌથી બ્રાઈટ, ડાયનેમિક અને રીઝલ્ટ ઓરીએન્ટેડ  આઈએએસ ઓફિસર હતા. ચીમનભાઈ પટેલ, કેશુભાઈ પટેલ અને સુરેશ મહેતા એમ ત્રણ ત્રણ સીએમના ગુપ્તા સૌથી નાની ઉંમરના બ્લુ આઈડ બોય હતા. પાછળથી જોકે નરેન્દ્ર મોદીના પણ ખરા અને એ જ કમનસીબે એમની ભયંકર પડતીનું કારણ બન્યું.

સીઝન ૧ : ગુજરાત સરકારમાં : ત્રીસ વર્ષની સાવ નાની ઉંમરે સંજય ગુપ્તા ચીમનભાઈ પટેલની સીએમઓમાં સૌથી પાવરફુલ ઓફિસર હતા. બાદમાં કેશુભાઈ પટેલ અને સુરેશ મહેતા અને ફરી કેશુભાઈ પટેલ સરકારમાં પણ એમનો દબદબો ઉત્તરોત્તર વધતો રહ્યો. ગુજરાત સરકારની પહેલી ઓફીશીયલ વેબસાઈટ એમણે  બનાવેલી. એ પણ એ જમાનામાં, જયારે કેશુભાઈના પીએ એમને કહે, કે સાહેબ આપણે વેબસાઈટનું ઉદ્ઘાટન કરવાનું છે, તો કેશુભાઈ પાંચમાં માળની સીએમ ઓફિસમાંથી નીચે ઉતરીને ગાડીમાં બેસી જતા અને પુછતા, કે હાલો કઈ સાઈટ પર જવાનું છે! માનો યા ના માનો, જરાયે અતિશયોક્તિ વગર, આ સાચી બનેલી ઘટના છે, જેના સાક્ષીઓ હજી જીવિત છે. કેટલાયે મુખ્યમંત્રીઓ, મંત્રીઓ અને આઈએએસ અધિકારીઓ માટે પણ કલ્પવૃક્ષ સમાન જી એસ પી સી નાં નવા અવતારની ક્રેડીટ પણ સંજય ગુપ્તાને જાય છે. કેશુભાઈને આમ તો એમના ગોકુલ ગ્રામ માટે યાદ કરાય છે, પણ સાયન્સ સીટી પણ એમના જ સમયમાં સંજય ગુપ્તાએ રેકોર્ડ ૧૮૦ દિવસમાં બનાવ્યું હતું. 

૨૦૦૧મા ભૂકંપ બાદ પુનર્વસનમાં ઢીલનાં બહાને કેશુભાઈને હટાવી ગુજરાતના મુખ્યમંત્રી બનેલા નરેન્દ્ર મોદીએ આવતાવેંત કેશુભાઈના પંચરત્ન સમાન અધિકારીઓ પી. કે. લહેરી, સંજય ગુપ્તા વગેરેને પનીશમેન્ટ પોસ્ટીંગમાં દુર દુર  ફેંકી દીધા. (બાદમાં જો કે જરૂરિયાત સમજાતા સૌને પાછા પણ લીધા) જો કે સંજય ગુપ્તાએ ધીરજ ખુટી જતા, વી આર એસ લઈને સરકાર છોડી દીધી. ગુપ્તાની પહેલી ભૂલ. એ સમય મોદીના રાજકીય ભવિષ્યના સૂર્યોદયનો હતો. જો ટકી રહ્યા હોત, તો આજે  મોદીની પીએમઓમાંથી દેશ ચલાવતા હોત.

સીઝન ૨ : અદાણી : ૨૦૦૨મા સંજય ગુપ્તાએ ગુજરાત સરકાર છોડીને અદાણીની કંપની જોઈન કરી. ત્યારે બધાને નવાઈ લાગી હતી. રીટાયરમેંટ બાદ આઈએએસ કે આઈપીએસ દેશની નંબર વન કોર્પોરેટ કંપની રિલાયન્સ જોઈન કરે. અદાણી તો ૨૦૦૨મા માંડ ૫૦ કરોડના ટ્રેડર હતા. સંજય ગુપ્તાએ એમની મેનેજમેન્ટ સ્કીલ અને દુરંદેશીથી કંપનીની મેડનેસમાં મેથડ ઉમેરી અને અદાણીને ૫૦ કરોડમાંથી ત્રણ જ વર્ષમાં ૩૦૦ કરોડ સુધી પહોચાડી દીધા. અદાણીના રીયલ રાઈઝની શરૂઆત હતી આ. અહી પણ ગુપ્તાની ધીરજ ખૂટી ગઈ. એમણે વિચાર્યું કે, ગુજરાત સરકાર હોય કે અદાણી, આખરે તો બંને નોકરી જ હતી. જો હું મારા દિમાગથી અદાણીને ૫૦ કરોડના ૩૦૦ કરોડ કરાવી આપી શકતો હોઉં, તો એ દિમાગ અદાણી માટે શું કામ વાપરું, મારા પોતાના માટે કેમ નહિ? હું અદાણી કેમ ના બની શકું? ગુપ્તાની બીજી ભૂલ. મોદીની જેમ અહી પણ અદાણીના બિઝનેસના સૂર્યોદયના સમયે એમણે અદાણીનો સાથ છોડી દીધો. દરિયો પી જવાની તાકાત અંબાણી – અદાણી જેવા જુજ લોકોમાં હોય છે. દરેકના નસીબમાં એ નથી હોતું. સમીકરણ ખબર નથી, આપણી પાસે તો દાખલા  જ છે.

સીઝન ૩ : નિસા લીઝર :  ૨૦૦૫મા સંજય ગુપ્તાએ પોતાની કંપની શરુ કરી. સપનું હતું, હોસ્પિટાલીટી ઇન્ડસ્ત્રીનાં અદાણી અને અંબાણી બનવાનું. કેમ્બે હોટેલના નામે અમદાવાદમાં બે અને ગાંધીનગરમાં એક હોટેલ પણ ખોલી. જાનો દુનિયા નામે એક ન્યુઝ ચેનલ પણ ખોલી. કરોડો રૂપિયામાં એ રમતા હતા. એમના પોતાના રૂપિયા ઉપરાંત બીજા આઈએએસ અધિકારીઓએ પણ ગુપ્તાની હોશિયારી જોઇને કરોડો રૂપિયા ગુપ્તાના બિઝનેસમાં રોક્યા. દેશ અને વિદેશમાં એક્સપાન્શનના મહત્વાકાંક્ષી પ્લાન્સ હતા. બધું બરાબર ચાલતું હતું, ત્યાં ગુપ્તાએ ફરી એકવાર વધુ ગંભીર ભૂલ કરી.

સીઝન ૪ : મેટ્રો રેલ : મોદીની મહત્વાકાંક્ષાઓ અમાપ હતી. ગુજરાતના મુખ્યમંત્રી પછી એમને દેશના વડાપ્રધાન થવું હતું. એ માટે એ ગુજરાતનાં વિકાસ મોડેલનો પોલીટીકલ ઉપયોગ કરતા હતા. એમણે પોતાના નેશનલ લોન્ચિંગ માટે વાયબ્રન્ટ ગુજરાત ઇન્વેસ્ટમેન્ટ સમીટનો બેખુબી ઉપયોગ કર્યો હતો. નર્મદા યોજનાનો ઉપયોગ કર્યો હતો. અમદાવાદમાં બીઆરટીએસ અને સાબરમતી રીવર ફ્રન્ટ એના માટે જ હતા. હજી અમદાવાદના વિકાસમાં મેટ્રો ખૂટતી હતી. એના માટે મોદીએ સંજય ગુપ્તા પર પસંદગી ઉતારી. જો કે એમને ગુપ્તા પર સંપૂર્ણ વિશ્વાસ નહોતો, એટલે એમણે ગુપ્તાને મેટ્રો રેલના ચેરમેન તો બનાવ્યા, પણ એમની પર પકડ રાખવા એમનાથી સીનીયર આઈએએસ અધિકારીઓને બોર્ડમાં રાખ્યા. મોદીની આ ગંભીર ભૂલ હતી. જેના કારણે મોદીના મુખ્યમંત્રી કાળ દરમિયાન અમદાવાદમાં મેટ્રો શરુ જ ન શકી. જયારે અમદાવાદથી ઉતરતી કક્ષાના જયપુર અને લખનૌમાં મેટ્રો દોડવા માંડી. આના મૂળમાં ગુજરાત અને મેટ્રો રેલના બોર્ડમાં આઈએએસ અધિકારીઓની યાદવાસ્થળી જવાબદાર હતી. ગુજરાતના કેટલાક આઈએએસ અધિકારીઓને આમ પણ ગુપ્તાનું સરકારમાં  પુનરાગમન પસંદ નહોતું, એ લોકો ગુપ્તાના લોહીના તરસ્યા હતા. જેઓ કદી  નહોતા ઇચ્છતા કે સંજય ગુપ્તા સફળ થાય. વળી મેટ્રો પ્રોજેક્ટમાં નાણાની વહેચણીમાં પણ આ જ કારણે અધિકારીઓ – અધિકારીઓ અને  રાજકારણીઓ વચ્ચે પણ ગંભીર ગુંચવણો ઉભી થઇ. મોદી જેવા મજબુત મુખ્યમંત્રી પણ એને કંટ્રોલ ન કરી શક્યા. 

સીઝન ૫ : મેટ્રો રેલ થી જેલ : આખરે, મોદીના ગુજરાત શાસન પર કાળા ધબ્બા જેવો મેટ્રોમાં સો થી વધુ કરોડના ભ્રષ્ટ્રાચારનો કેસ નોધાયો. સ્વાભાવિકપણે જ બલીના બકરા સંજય ગુપ્તા બની ગયા, જે જવાબદાર તો હતા પણ એક માત્ર જવાબદાર નહોતા. એમની દોઢ દાયકાની આઈએએસ અધિકારી તરીકેની ઉજ્જવળ કારકિર્દી અને એક દાયકાની બીઝનેસમેન તરીકેની સફળ કારકિર્દી પર કાળો કુચડો ફરી ગયો, જયારે સો કરોડનાં ભ્રષ્ટ્રાચારનાં આરોપસર એમને જેલમાં જવું પડ્યું. જો કે સંજય ગુપ્તાના મોતથી કરોડોના ભ્રષ્ટ્રાચારનાં આ કેસની ફાઈલ જ બંધ થઇ ગઈ.જેને કારણે ગુજરાતમાં અને દિલ્લીમાં પણ ઘણાને રાહત થઇ હશે.

લીઓ ટોલ્સટોયની એક બહુ પ્રચલિત વાર્તા છે. જેમાં એક માણસ પર ખુશ થઈને રાજા એને જમીન ઇનામમાં આપે છે. જો કે ઇનામની એક શરત છે. જમીન એટલી મળશે, જેટલી એ માણસ સૂર્યોદયથી સુર્યાસ્ત સુધી  પોતાના કદામોથી માપી લે. એ માણસ તો સવારથી દોડવાનું શરુ કરી દે છે. કોઈ આરામ વિના, ખાવા પીવામાં પણ સમય બગાડ્યા  વિના એ સાંજ સુધી દોડે જ રાખે છે. વિશાળ  જમીન  એના પગ તળે થી પસાર થઈને એની માલિકીની બની ગઈ છે, પણ આ શું? આટલું બધું દોડતા દોડતા હાંફી થાકીને એ જમીન પર ઢળી પડે છે અને ત્યાં જ મોતને ભેટે છે. એની કબર પણ એ જ જગ્યાએ બનાવાય છે, જ્યાં એ ઢળી પડ્યો હોય છે. અંતે  ટોલ્સટોય વાચકને પ્રશ્ન પૂછે છે. આખરે એક માણસને જમીન જોઈએ કેટલી? એની કબર જેટલી – છ ફૂટ.

આપણને હિન્દુઓને તો છ ફૂટ જમીન પણ અંતે ના જોઈએ. આપણા  દેહ તો સ્મશાનની ભઠ્ઠીમાં અગ્નિમાં સ્વાહા થઇ જવાના અને પંચ મહાભૂતમાં વિલીન થઇ જવાના. આજે કોરોના કાળમાં ચોવીસ કલાક ચાલતી સ્મશાનની ભઠ્ઠીઓ અને  નિરંતર ચીમનીઓમાંથી નીકળીને આકાશમાં અદ્રશ્ય થઇ  જતા ધુમાડાને જોતા આ વાત વધુ ને વધુ યાદ આવે છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ