બિહારમાં યોજાનારી આગામી વિધાનસભા ચૂંટણી (Bihar Assembly Election 2020)ને લઈ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મળતી માહિતી મુજબ ચૂંટણી પંચ (Election Commission of India) શુક્રવારે બિહાર વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરી શકે છે. આજે બપોરે 12:30 વાગ્યે ચૂંટણી પંચ તારીખોની જાહેરાત કરીને બિહારની ચૂંટણીને વધુ વેગ આપશે. દેશભરમાં ફેલાયેલી કોરોના મહામારીના કારણે વિપક્ષી પાર્ટીઓએ ચૂંટણી ટાળવાની વાત કહી રહી હતી. આ ઉપરાંત નીતીશ સરકારની સહયોગી પાર્ટીએ જુલાઈમાં ચૂંટણી પંચને પત્ર લખીને ચૂંટણી ટાળવા સુધીનું નિવેદન કરી દીધું હતું. પાર્ટીએ કહ્યું હતું કે કોરોનાના સંક્રમણાન ડર દરમિયાન આટલા મોટાપાયે ચૂંટણી યોજવી સુરક્ષિત નહીં હોય. ચૂંટણી પંચ તેની સાથોસાથ ગુજરાત વિધાનસભાની 8 બેઠકોની પેટા ચૂંટણીની જાહેરાત પણ કરી શકે છે.